
જેકાર્ડ ડિઝાઇન શું છે ?
આજ ના સમય માં કમ્પ્યુટર પર કામ કરવું એકદમ સરળ બની ગયું છે.જેથી નવા નવા ડિઝાઇન કોર્સ જેમાં એક જેકાર્ડ ડિઝાઇન જે કોઈ પણ શીખી શકે છે કારણ કે આ ડિઝાઇન આપણે કોમ્પ્યુટર પર બનાવા ની હોય છે જે આજ ના જમાનો એ કોમ્પ્યુટર યુગ કેવાય છે.તેથી શીખવું સરળ બની ગયું છે.જેકાર્ડ ડિઝાઇન માં કોમ્પ્યુટર પર સાડી,ડ્રેસ,કુર્તી,ચણીયા ચોળી,શેરવાની,શૂટ,જેવા અવનવા ગારમેન્ટ તેમજ હેન્ડલૂમ ગારમેન્ટ જેવા કે પડદા નું કાપડ,સોફા કવર,બેડ શીટ,જેવી ડિઝાઇન બનાવાની હોય છે.
જેકાર્ડ ડિઝાઇન કોણ શીખી શકે એવા સવાલ ઉભો થાય ત્યારે ?
જેકાર્ડ ડિઝાઇન કોઈ પણ શીખી શકે તેમાં ઉમર ને કોઈ બાધ નથી.જેકાર્ડ ડિઝાઇન છોકરા - છોકરીઓ,ધંધાર્થીઓ,નોકરિયાત,નિવૃત વ્યક્તિ,તેમજ પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ,ઘરે બેસી ને કે પોતાની ઓફિસ એટલે કે પોતાનો વ્યવસાય ની સાથે તમારી મરજી પ્રમાણે કામ કરી શકો છો.વિદ્યાર્થીઓ અભયાસ ની સાથે સાથે પાર્ટ ટાઈમ કામ કરી શકે છે.બીજું કે આમાં ભણતર ની કોઈ જ જરૂર નથી પણ હા સમય ના માંગ ના પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે.તેમજ જો તમારા માં આવડત હોય તો ભણતર ની પણ જરૂર નથી.માર્કેટ માં એવી ઘણી કંપની છે,જે તમારા ભણતર ને નહિ પણ તમારા કામ ને જોવે છે જેમ કે ડિઝાઇન બનાવો તેને વધુ પ્રાધાન્ય આપે છે.એને તમારા ભણતર નું કોઈ જ મહત્વ નથી હોતું.આવી કંપની તમને સામે થી શોધી લે છે.જેકાર્ડ ડિઝાઇન નો કોર્સ કરો એટલે નોકરી ની તક બોવાજ સારી હોય છે.એક વાર તમે સારા ડિઝાઈનર બની જાવ તો નોકરી તો સામે થી શોધતી આવે છે.
શું ડિઝાઇન તેમજ ડિઝાઈનર બંને ની ડિમાન્ડ વધે છે ?
હા,જેમ જેમ ફેશન નો ટ્રેન્ડ વધે તેમ ડિઝાઇન તેમજ તેને બનાવનારા ડિઝાઈનર ની ડિમાન્ડ વધે છે.બીજું કે ડિઝાઈનર ની ડિમાન્ડ તો કાયમ માટે રહેવાની જ.કેમ કે આજ માં મોડર્ન જમાના માં ફેશન માર્કેટ ખુબજ વિશાલ બનતું જઈ રહું છે. તેની સાથે સાથે આજ ની જનરેશન ના નવા નવા કપડાં ના શોખ ના કારણે અવનવી ડિઝાઇન ની ડિમાન્ડ તો વધશે તો સાથે સાથે ડિઝાઈનર ની પણ.
જેકાર્ડ ડિઝાઇન શીખવા ની સમય મર્યાદા કેટલી ?
જેકાર્ડ ડિઝાઇન શીખવા નો સમય ફક્ત ૩ મહિના છે.રોજ ના ૨ કલાક ટાઈમ ફાળવવાની સાથે સાથે પ્રેકટીસ જરૂરી છે.
જેકાર્ડ ડિઝાઇન કોર્સ અભ્યાષક્રમ :
૧. મશીન વિશે બેજીક નોલેજ
૨. ટુલ ની કીબોર્ડ - માઉસ પ્રેકટીસ
૩. સાઈઝ અને રિપીટ પ્રેકટીસ
૪. સોફ્ટવેર ટુલ પ્રેકટીસ
૫. લૂમ ફાઈલ અને જેકાર્ડ ડિઝાઇન નોલેજ
૬. ડિઝાઇન સુધારા વધારા
૭. લૂમ ફાઈલ એડિટર
૮. વીવિંગ
૯. ફાઇનલ ડિઝાઇન પ્રોજેક્ટ